હાઈકોર્ટના આદેશ છતાં AMC નિષ્ક્રિય, ભદ્ર પરિસરમાં ફેરિયાઓએ ફરી કબજો જમાવ્યો

By Our Vadodara

Published

હાઈકોર્ટના આદેશ છતાં AMC નિષ્ક્રિય, ભદ્ર પરિસરમાં ફેરિયાઓએ ફરી કબજો જમાવ્યો

ગુજરાત હાઈકોર્ટે ભદ્ર પરિસરમાં કાયદેસરના ફેરિયાઓને ૨૧ માર્ચ સુધીમાં વેરિફિકેશન અને પ્રમાણપત્રની ચકાસણી કરીને બેસવાની વ્યવસ્થા કરવા આદેશ આપ્યો હતો. જો કે AMC દ્વારા સમયસર વેરિફિકેશનની કામગીરી પૂરી ન થતા અને કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન થતા, ફેરિયાઓએ જાતે જ પરિસરમાં ગમે ત્યાં પાથરણાં નાખી ધંધો શરૂ કરી દીધો હતો.ચૂંટણી નજીક હોવાથી ભાજપના એસ્ટેટ અને લીગલ વિભાગ દ્વારા આ મુદ્દે નરમાઈ દાખવવામાં આવતા હેરિટેજ વિસ્તાર અને મંદિર પરિસરમાં ફરી ભીડ સાથે ધમધમતું થયું છે .

Browse all news articles