લોકોના જીવ સાથે રમત રમનાર બોગસ ડૉક્ટર ભાવેશ જોશી ઝડપાયો!

By Our Vadodara

Published

લોકોના જીવ સાથે રમત રમનાર બોગસ ડૉક્ટર ભાવેશ જોશી ઝડપાયો!

રાજકોટ શહેર SOG (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) એ એક મોટી સફળતા મેળવી છે. છેલ્લા કેટલાય સમયથી ડિગ્રી વગર જ મવડી વિસ્તારમાં દવાખાનું ચલાવતા 'બોગસ ડૉક્ટર' ભાવેશ જોશીને પોલીસે રંગેહાથ ઝડપી પાડ્યો છે.પોલીસે ચોક્કસ બાતમીના આધારે મવડી વિસ્તારમાં ચાલતા ક્લિનિક પર દરોડો પાડ્યો હતો.તપાસ દરમિયાન પોલીસને ત્યાંથી મોટી માત્રામાં એલોપેથિક દવાઓ, વપરાયેલા-બિનવપરાયેલા ઇન્જેક્શન અને તબીબી સાધનો મળી આવ્યા છે.આરોપી પાસે પ્રેક્ટિસ કરવા માટે કોઈ માન્ય ડિગ્રી કે લાયસન્સ નહોતું. હાલ પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરી આરોપીની ધરપકડ કરી વધુ તપાસ શરુ કરી છે રાજકોટ પંથકમાં અનેક બોગસ ડોક્ટરોનો રાફડો છે જો તલસ્પર્શી તપાસ થાય તો સામે આવૅ?

Browse all news articles