ઇન્સ્ટા પર સ્પીડનો વીડિયો મૂક્યો અને મિનિટોમાં જ મોત આંબી ગયું!

By Our Vadodara

Published

રાજકોટ નજીક જેતપુર-ધોરાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માતની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 118 કિલોમીટરની તોતિંગ ઝડપે દોડતી 'એપ્લાય ફોર રજીસ્ટ્રેશન' વર્ના કારે ત્રણ મિત્રોની જિંદગી બરબાદ કરી નાખી.જેતપુર નજીક પેઢલા ચોકડી પાસે કાળા રંગની વર્ના કારનો કચ્ચરઘાણ નીકળી ગયો. સ્પીડ એટલી હતી કે કાર ડિવાઈડર અને દીવાલ તોડીને પલટી ખાઈ ગઈ.કાર ડિવાઈડર સાથે અથડાતા તેનું બોનેટ અને ટાયર ફંગોળાઈ ગયા હતા. 20 વર્ષીય અવધ તિવારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે જયારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દેવરાજ ગોસાઈ અને અક્ષય વાઘેલાને જૂનાગઢ હોસ્પિટલ રિફર કરાયા છે.અકસાનત પહેલા યુવાનોએ કારની સ્પીડ બતાવતો વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો જે જિંદગીનો છેલ્લો વીડિયો સાબિત થયો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

તમારા સંતાનોને વાહન આપતા પહેલા આ સમાચાર જરૂર વાંચજો. રફ્તાર મજા નથી, સજા છે!

Browse all news articles