હાટકેશ્વર બ્રિજ વિવાદ: ધૂળ અને વિલંબથી કંટાળી વેપારીઓએ પાડ્યો 'બંધ'!
By Our Vadodara
Published
અમદાવાદના ખોખરા-સીટીએમને જોડતા હાટકેશ્વર ઓવરબ્રિજની કાચબા ગતિએ ચાલતી કામગીરી સામે જનતાનો રોષ ફાટી નીકળ્યો છે. બાકીના બે સ્પાન તોડવામાં થતા અસહ્ય વિલંબ, ટ્રાફિક જામ અને દિવસ-રાત ઉડતી ધૂળને કારણે સ્થાનિકો અને વેપારીઓનું જીવવું મુશ્કેલ બન્યું છે. કોન્ટ્રાક્ટરની બેદરકારી અને આરોગ્ય સાથે થતા ચેડાં સામે આજે હાટકેશ્વરના તમામ શોપધારકોએ ધંધા-રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે. તંત્ર ક્યારે જાગશે? શું જનતાના સ્વાસ્થ્યની કોઈ કિંમત નથી?