ઇરાન-ઇઝરાયલ તણાવની અસર: અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટ અધવચ્ચેથી પરત ફરી!
By Our Vadodara
Published
યુદ્ધ જેવી પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. અમદાવાદથી દુબઈ જઈ રહેલી એમિરેટ્સની ફ્લાઈટ (EK 539) ને દુબઈમાં લેન્ડિંગની મંજૂરી ન મળતા તેને પરત ફરવું પડ્યું હતું. આ આકસ્મિક નિર્ણયને કારણે મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. સુરક્ષાના કારણોસર લેવાયેલા આ નિર્ણયો હવે મુસાફરોની યાત્રાને અટકાવી રહ્યા છે. શું આ તણાવ અન્ય દેશોની ફ્લાઈટ સર્વિસ પર પણ અસર કરશે?