વડોદરા કોંગ્રેસમાં ચૂંટણીનો ગરમાવો! સેન્સ પ્રક્રિયામાં ૨૪૮થી વધુ દાવેદારોનો જમાવડો
By Our Vadodara
Published
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવતા જ વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ચહલપહલ તેજ થઈ છે. આગામી ચૂંટણી માટે મજબૂત ઉમેદવારોની પસંદગી કરવા બે દિવસીય 'સેન્સ પ્રક્રિયા'નો પ્રારંભ થયો છે. ૧૯ વોર્ડમાંથી ૨૪૮થી વધુ કાર્યકરોએ નોંધાવી દાવેદારી પણ વોર્ડ નંબર-૧ માં ટિકિટ મેળવવા માટે સિટીંગ કાઉન્સિલર્સ સહિતના ઉમેદવારોમાં હોડ લાગી છે. અનામત બેઠકોના સમીકરણો બદલાતા રાજકારણ ગરમાયું. શું વોર્ડ નંબર-૧ ના જૂના ઉમેદવારો ફરી મેદાનમાં આવશે કે નવા ચહેરાઓને મળશે તક? હવે ઉમેદવારોની ક્ષમતા અને લોકપ્રિયતા પર કોંગ્રેસના નિરીક્ષકોની નજર છે.