વડોદરા પોલીસનું 'ઓપરેશન પરાક્રમ': કરોડોનો વિદેશી દારૂ રોડ રોલર નીચે કચડાયો!

By Our Vadodara

Published



વડોદરા ગ્રામ્ય પોલીસે ગેરકાયદેસર દારૂના વેપાર પર કડક પ્રહાર કર્યો છે. 'ઓપરેશન પરાક્રમ' અંતર્ગત સાવલી, ભાદરવા, ડેસર અને મંજૂસર વિસ્તારમાંથી જપ્ત કરાયેલ અંદાજે 3.79 કરોડ રૂપિયાથી વધુનો વિદેશી દારૂ મંજૂસર GIDC ખાતે રોડ રોલર ફેરવીને નષ્ટ કરવામાં આવ્યો હતો. પોલીસના આ આક્રમક અભિગમે સ્પષ્ટ કરી દીધું છે કે નશાના ગેરકાયદેસર કારોબાર માટે ગુજરાતની ધરતી પર કોઈ સ્થાન નથી. નશાબંધી તરફનું આ એક મોટું અને નિર્ણાયક પગલું છે.

Browse all news articles