૨૦૨૭ની ડિજિટલ વસ્તી ગણતરીનું કાઉન્ટડાઉન શરૂ; ૯૦ લાખની સંભવિત વસ્તી માટે પાલિકા સજ્જ
By Our Vadodara
Published
.jpg?alt=media&token=a2756a3d-affe-411c-adf0-f1d99d746b37)
છેલ્લા બે દાયકામાં સુરતની વસ્તીમાં ભારે વધારો થયો છે. ૨૦૧૧માં ૪૬.૪૫ લાખની વસ્તી હવે ૨૦૨૭ સુધીમાં બમણી થઈને અંદાજે ૯૦ લાખ સુધી પહોંચવાની શક્યતા છે. ત્યારે આ વખતે વસ્તી ગણતરી સંપૂર્ણપણે ડિજિટલ પદ્ધતિથી કરવામાં આવશે. સુરત મહાનગરપાલિકા દ્વારા અંદાજે ૧૮ લાખ રહેણાંક અને વ્યાપારી મિલકતોમાં ઘરે-ઘરે જઈને માહિતી એકઠી કરાશે. આ વિશાળ કામગીરી માટે પાલિકા દ્વારા ૧૨ હજાર ગણતરીદારો અને ૨ હજાર સુપરવાઈઝરોની નિમણૂક તથા ટ્રેનિંગનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ ગણતરીના આંકડા સુરતના ભવિષ્યના આયોજન અને શહેરના વિસ્તરણ માટે 'બ્લુ પ્રિન્ટ' તરીકે નિર્ણાયક સાબિત થશે.