6 પોલીસ સ્ટેશનમાં પકડાયેલા દારૂના જથ્થાનો સફાયો! રોડ રોલર ફેરવી દેવાયું
By Our Vadodara
Published
દારૂના દુષણ સામે વડોદરા પોલીસની લાલ આંખ જોવા મળી છે,વડોદરા શહેર પોલીસ વિભાગે ગત સમયમાં 6 પોલીસ સ્ટેશનોના પકડાયેલા અને વડોદરા શહેરના ઝોન-2 હેઠળ આવતા વિવિધ પોલીસ સ્ટેશનો દ્વારા પ્રોહિબિશનના કેસોમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો આજે કોયલી ચેકપોસ્ટ પાસેના જાહેર સ્થળે નાશ કરવામાં આવ્યો હતો જેમાં રાવપુરા,ગોત્રી,નવાપુરા,જે.પી. રોડ,અકોટા અને અટલાદરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાંથી પકડાયેલી લાખોની કિંમતની હજારો બોટલો પર રોડ રોલર ફરી વળ્યું હતું!