હા'શ આજે નોર્મલ! પેટ્રોલપંપ પર લાઇનો ગાયબ! અફવાઓ હારી અને સમજદારી જીતી!

By Our Vadodara

Published





વડોદરામાં રવિવારથી શરૂ થયેલી ઇંધણની અછતની અફવાઓએ જે પેનિક સર્જ્યું હતું, તે હવે સંપૂર્ણપણે શાંત પડી ગયું છે. આજે ત્રીજા દિવસે શહેરના પેટ્રોલ પંપો પર દ્રશ્યો બદલાયા છે અને કલાકો સુધી ચાલતી લાઈનો હવે ગાયબ થઈ ગઈ છે.અચાનક અફવાની આંધીમાં સર્જાયેલી પેનિકની સ્થિતિને પોહોચી વાળવા સરકાર અને તંત્રે લોકોને અફવામાં ન આવવા અપીલ કરી હતી વડોદરા પોલીસ વિભાગના સરાહનીય પ્રયાસો અને માઈક દ્વારા કરાયેલી સતત જાહેરાતોએ લોકોનો ડર દૂર કર્યો હતા તો વડોદરાના વિશ્વાસુ ન્યૂઝ પ્લેટફોર્મ 'અવર વડોદરા' એ પણ સતત સાચી માહિતી પહોંચાડીને લોકોને પેનિક ન થવા અપીલ કરી હતી.આ સાથે જ પેટ્રોલ પંપના માલિકો અને સંચાલકો એ ભારે ભીડ વચ્ચે પણ ધીરજ અને કુનેહથી પરિસ્થિતિને સાંભળી હતી આ સહિયારા પ્રયાસોના પરિણામે આજે લોકો રૂટિન દિવસોની જેમ જ જરૂરિયાત મુજબ ઇંધણ પુરાવતા જોવા મળ્યા હતા.વડોદરાના નાગરિકોએ જે રીતે સમજદારી દાખવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે.

Browse all news articles