રામનવમી પૂર્વે વડોદરા પોલીસ એક્શન સજ્જ! સંવેદનશીલ વિસ્તારમાં ‘ફ્લેગ માર્ચ’
By Our Vadodara
Published
આગામી રામનવમીના પવિત્ર તહેવાર નિમિત્તે વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે વડોદરા પોલીસ સજ્જ બની છે આજરોજ વડોદરા શહેરના મુખ્ય માર્ગો અને સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં પોલીસના કાફલાએ શાંતિ અને સલામતીનો સંદેશ સાથે ‘ફ્લેગ માર્ચ’ યોજી હતી, વડોદરા સિટી અને ફતેહગંજ પોલીસ સ્ટેશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ માર્ચમાં DCP અને ACP સ્તરના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં પોલીસ જવાનો જોડાયા હતા. ‘ફ્લેગ માર્ચ’ સાથે પોલીસે ભક્તિમય વાતાવરણમાં અને શાંતિપૂર્ણ રીતે રામનવમીની ઉજવણી કરવા નમ્ર વિનંતી કરી હતી.