વડોદરાના માર્ગો હવે લેશે ખુલ્લો શ્વાસ! 'વન ડે - વન રોડ' અભિયાન

By Our Vadodara

Published






વડોદરાને વધુ સ્વચ્છ અને ટ્રાફિકમુક્ત બનાવવા માટે મ્યુ.કમિશનર એક્શન મોડમાં આવ્યા છે! પૂર્વ ઝોનના વોર્ડ નં.15માંથી 'વન ડે-વન રોડ' અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે આજરોજ ઉમા ચાર રસ્તાથી પાણીગેટ સુધીના માર્ગો પર માત્ર સફાઈ જ નહીં પણ રસ્તા પરના નડતરરૂપ દબાણોને પણ દૂર કરી ટ્રાફિકને 'ગ્રીન સિગ્નલ' આપવામાં આવ્યું હતું. મ્યુ.કમિશનર અરુણ મહેશ બાબુએ જાતે ઉભા રહીને ડિવાઈડરોની સફાઈ સાથે દબાણોની સમીક્ષા કરી હતી.આ સાથે મ્યુ. કમિશનરે કડક સંદેશ આપતા કહ્યું 'જો ફરી દબાણ થશે,તો ફરી જેસીબી ફરશે!' તેમજ સફાઈમાં બેદરકારી રાખનાર અધિકારીઓની પણ નોંધ લેવાશે.

Browse all news articles