SMCનો સપાટો! 700 પેટી વિદેશી દારૂ સાથે વોન્ટેડ બુટલેગર ઝડપાયો!

By Our Vadodara

Published

વડોદરા શહેરના નંદેસરી વિસ્તારમાં આજે સવારથી જ સનસની ફેલાઈ ગઈ જ્યારે SMCની ટીમે દારૂના કારોબાર પર પ્રહાર કર્યો,ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ કાર્યવાહી દરમિયાન કન્ટેનરમાં છુપાવેલો આશરે 700 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. બુટલેગરો કન્ટેનર કાપીને માલ બહાર કાઢવાની તૈયારીમાં હતા, એ સમયે જ ટીમે દરોડો પાડી આખી ગેંગને કાબૂમાં લીધી હતી.આ ઓપરેશનમાં સૌથી મોટી સફળતા તરીકે લાંબા સમયથી ફરાર અને પોલીસને ચકમો આપતો મનોજ પાપડ પણ ઝડપાયો છે. પોલીસે સ્થળ પરથી પુરાવા સાથે આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી છે.

Browse all news articles