કાલુપુર રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકનું ભારણ ઘટશે; રોડ પહોળા કરવા કોર્પોરેશનનો મેગા સર્વે
By Our Vadodara
Published

કાલુપુર રેલવે સ્ટેશનના રિડેવલપમેન્ટની સાથે ભવિષ્યમાં વધનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્ટેશનની આસપાસના રોડ પહોળા કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે. કાલુપુર ત્રણ રસ્તાથી સ્ટેશન, સ્ટેશનથી કાલુપુર ચાર રસ્તા અને સારંગપુરથી કાલુપુર સ્ટેશન સુધીના માર્ગો પર કોર્પોરેશન દ્વારા સર્વે પૂર્ણ કરવામાં આવ્યો છે.કાલુપુર ચાર રસ્તાથી સ્ટેશન વચ્ચેનો જે ૮૦ મીટરનો ઓડ-ઈવન રોડ છે, તેને વધારીને ૧૦૦ મીટર પહોળો કરવાનું આયોજન છે.રેલવે સ્ટેશન પર મુસાફરોની વધતી સંખ્યા અને વાહનોની અવરજવરને કારણે સર્જાતી જામની સ્થિતિમાં રાહત આપવા હેતુ આ કામગીરી હાથ ધરનાર છે.