'ખાખીનો માનવતાવાદી ચહેરો' ગભરાયેલી યુવતી માટે પોલીસ બની દેવદૂત!
By Our Vadodara
Published
'કહેવાય છે કે મુસીબતના સમયે જ્યારે કોઈ રસ્તો ન સૂઝે, ત્યારે ખાખી વર્દીમાં રહેલો માણસ જ સાચો 'સારથિ' બને છે! વડોદરાના છાણી વિસ્તારમાં માનવતાનું એક આવું જ ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું.કરોડિયા વિસ્તારમાં રહેતી હેનીબેન સોલંકી નામની યુવતી મોડી સાંજે પોતાની એક્ટિવા લઈને નીકળ્યા હતા પણ અચાનક રસ્તો ભટકી ગયા અને કમનસીબે એક્ટિવામાં પેટ્રોલ પણ ખતમ થઈ ગયું! અંધારામાં એકલી અને ગભરાયેલી યુવતીને જ્યારે કંઈ ન સમજાયું ત્યારે તેણે જનરક્ષક 112 ની મદદ માંગી દરમિયાન છાણી પોલીસ સ્ટેશનની ટીમ પળવારમાં ઘટનાસ્થળે પોહોચી હતી પોલીસે માત્ર પેટ્રોલની વ્યવસ્થા જ ન કરી પણ ગભરાયેલ હેનીબેનને હિંમત આપી સુરક્ષિત રીતે તેના ઘર સુધી પહોંચાડયા હતા.