બાળકોના ઝઘડામાં 'બાહુબલી' વાલીનો આતંક: ૧૨ શખ્સોને બોલાવી દંપતીને બેરહેમીથી માર માર્યો.

By Our Vadodara

Published



આનંદનગર સ્કાયલેટ એપાર્ટમેન્ટમાં ગઈકાલે રાત્રે મારામારીની ઘટના બનવા પામી હતી.બાળકો ના ક્રિકેટ રમવાની બાબતે સામાન્ય ઝગડો થતા વચ્ચે બાળકો ને છોડાવવા પડેલા રહીશ ને એક બાળકના વાલી કૃણાલ સિંહ ચુડાસમાએ ૧૦ થી ૧૨ જેટલા અસામાજિક તત્વો ને બોલાવી માર માર્યો હોવાનો આક્ષેપ ત્યાં રહેતા રહીશ કૃણાલ શાહ દ્વારા કરવામાં આવ્યો છે. કૃણાલ શાહ ને માર મારતા તેમના પત્ની તેમને છોડાવવા જતા તેઓને પણ પેટમાં લાતો મારી ઈજા પહોચાડી હોવાના આક્ષેપ થયા છે. ત્યારે પીડિત રહીશ દ્વારા આગળ પોલીસ કાર્યવાહી કરી સખ્ત પગલા લેશે ની વાત મીડિયા સમક્ષ કરી હતી.

Browse all news articles