હનુમાન મઢી ચોક પર ભયાનક દ્રશ્યો! ચાલુ બાઈક બની ‘આગનો ગોળો’!

By Our Vadodara

Published

રાજકોટના વ્યસ્ત એવા હનુમાન મઢી ચોક વિસ્તારમાં એકાએક અફરાતફરી મચી ગઈ હતી.એક ચાલુ બાઈકમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર દોડધામ મચી ગઈ હતી.બાઈક ચાલકને આગ લાગ્યાનો અહેસાસ થતા જ તેણે ત્વરિત બાઈક પરથી ઉતરીને સમયસૂચકતા દાખવી હતી જેના કારણે તેનો જીવ બચી ગયો હતો.બાઈકમાં આગ લાગતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને ડોલ વડે પાણી નાખી આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. આગ વિકરાળ બનતા જોતજોતામાં બાઈક બળી ગઈ હતી.પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ અથવા એન્જિનમાં ટેકનિકલ ખામીને કારણે આગ લાગી હોવાનું મનાઈ રહ્યું છે.

Browse all news articles