સગીરાને અશ્લીલ ફોટો-વીડિયોથી બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરનાર નરાધમ ઝડપાયો
By Our Vadodara
Published
નિકોલમાં એક યુવકે સગીરા સાથે મિત્રતા કરી, તેના અશ્લીલ ફોટો-વીડિયો મેળવી તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.આરોપીએ સગીરા પર દુષ્કર્મ આચર્યું અને તેને દબાણમાં લઈ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં ધકેલવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે.પરિવારની ફરિયાદના આધારે નિકોલ પોલીસે મુખ્ય આરોપીની ધરપકડ કરી લીધી છે.ઘટનાની જાણ થતા સ્થાનિક સંગઠનોના કાર્યકરો ઉમટી પડ્યા હતા અને આરોપી તથા તેના ભાઈ સાથે મારામારી થઈ હતી.પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત સાથે વધુ તપાસ હાથ ધરી છે.