દ્વારકામાં કમોસમી વરસાદ સાથે માવઠું; ગરમી વચ્ચે વાતાવરણમાં પ્રસરી ઠંડક
By Our Vadodara
Published
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે અચાનક હવામાન પલટાયું છે અને યાત્રાધામ દ્વારકા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો.આજે અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ ગાજવીજ અને પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા.જો કે વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા લોકોને ગરમીથી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. એપ્રિલની શરૂઆતમાં જ આવેલા આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.