M.S. યુનિ.માં ઘૂસતા તત્વો પર તવાઈ! કોમર્સના વિદ્યાર્થીઓને મળશે સ્માર્ટ આઈકાર્ડ

By Our Vadodara

Published

M.S. યુનિ.માં ઘૂસતા તત્વો પર તવાઈ! કોમર્સના વિદ્યાર્થીઓને મળશે સ્માર્ટ આઈકાર્ડ



વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસમાં ઘુસણખોરો પર લગામ લાગશે કારણકે હવે કોમર્સ ફેકલ્ટીમાં ટેક્નોલોજી ઉપયોગ સાથે વર્ષો પછી વિદ્યાર્થીઓને સ્માર્ટ આઈકાર્ડ આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રથમ તબક્કામાં 15 હજાર વિદ્યાર્થીઓને આ આધુનિક આઈકાર્ડ આપવામાં આવશે, જે તેમની ઓળખને વધુ સુરક્ષિત અને સરળ બનાવશે.વિદ્યાર્થીઓ લાંબા સમયથી આઈકાર્ડ માટે રાહ જોઈ રહ્યા હતા, હવે તેમની આ માંગ પૂર્ણ થવા જઈ રહી છે. સ્માર્ટ આઈકાર્ડથી કેમ્પસમાં પ્રવેશ, લાઈબ્રેરી અને અન્ય સેવાઓ વધુ સરળ બનશે અને કેમ્પસમાં ઘૂસી આવતા બહારી તત્વો પર રોક લાગશે.

Browse all news articles