રાયખડમાં હિન્દુ રહીશોને પોલીસ હેરાન કરતી હોવાનો ભૂષણ ભટ્ટનો આક્ષેપ; હર્ષ સંઘવીને પત્ર લખતા રાજકીય ગરમાવો
By Our Vadodara
Published
.jpg?alt=media&token=7c907d1d-59fa-4986-a90e-9c0690ef4976)
જમાલપુર-ખાડિયાના પૂર્વ ધારાસભ્ય ભૂષણ ભટ્ટે પોતાની જ સરકારના પોલીસ તંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવતા ગૃહ રાજ્યમંત્રીને પત્ર લખ્યો છે.રાયખડની 'પ્રસાદ મિલની ચાલી'માં 100 વર્ષથી રહેતા હિન્દુ પરિવારોને દબાવવા અને મકાનો ખાલી કરાવવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કર્યો છે. 'ડબલ એન્જિન' સરકારમાં કાયદો અને વ્યવસ્થાના દાવાઓ વચ્ચે ખુદ ભાજપના જ નેતાએ પોલીસની કાર્યપ્રણાલી પર આંગળી ચીંધતા અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે.પૂર્વ ધારાસભ્યના આ પત્રથી વિપક્ષને પણ સરકાર પર પ્રહાર કરવાની તક મળી છે કે, શું ભાજપ શાસનમાં હવે રહીશોએ ન્યાય માટે પોતાના જ નેતાઓ પાસે આજીજી કરવી પડશે?