અમદાવાદીઓ ખાસ ધ્યાન આપે : આજથી સૌથી વ્યસ્ત શાહીબાગ અંડરપાસ બંધ

By Our Vadodara

Published

અમદાવાદીઓ ખાસ ધ્યાન આપે : આજથી સૌથી વ્યસ્ત શાહીબાગ અંડરપાસ બંધ



શાહીબાગ અંડરપાસ આજથી એટલે કે ૩ એપ્રિલ થી 7 એપ્રિલ સુધી બપોરે બંધ રાખવામાં આવશે. પશ્ચિમ રેલવેના અમદાવાદ વિભાગમાં શાહીબાગ અંડરપાસ નંબર 731A ખાતે સામરકામ અને જાળવણીના કામને લઇને તા.3 એપ્રિલથી 7 એપ્રિલ સુધી દરરોજ બપોરે 12 થી સાંજના 5 વાગ્યા સુધી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ રહેશે. આ સમય દરમિયાન અંડરપાસના ત્રણેય એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ્સ વાહનો માટે બંધ રહેશે. ત્યારે ટ્રાફિકની સમસ્યાથી બચવા માટે તંત્ર દ્વારા રિવરફ્રન્ટ માર્ગનો મહત્તમ ઉપયોગ કરવાની સૂચના આપવામાં આવી છે.

Browse all news articles