રાજકોટમાં ચૂંટણીની ગરમાવો! કોંગ્રેસ ૫ એપ્રિલે જહેર કરશે ઉમેદવાર નું પહેલુ લિસ્ટ!?

By Our Vadodara

Published



રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસે જિલ્લા-શહેરના આગેવાનો સાથે બેઠક યોજી ચૂંટણીની રણનીતિને નક્કી કરી હતી.ગોંડલ રોડ નજીક યોજાયેલી આ બેઠકમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની હાજરીએ કાર્યકરોમાં નવી ઉર્જા ભરી દીધી.સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓના આગેવાનો સાથે થયેલી ચર્ચામાં ચૂંટણીલક્ષી દિશા અને માર્ગદર્શન આપવામાં આવ્યું. અમિત ચાવડાએ સ્પષ્ટ સંદેશ આપ્યો કે ભ્રષ્ટાચાર અને મોંઘવારીથી પીડાયેલી જનતા હવે બદલાવ ઈચ્છે છે.આગામી દિવસોમાં ઉમેદવારોની જાહેરાત સાથે રાજકીય જંગ વધુ રસપ્રદ બનશે. સાથે જ આગમી 5 એપ્રિલના રોજ ઉમેદવારોનું પહેલું લીસ્ટ પણ જહેર થાય તેમ મનાય છે.હવે નજર છે કે આ ચૂંટણીમાં જનતા કોને પસંદ કરે છે.

Browse all news articles