કામની શોધમાં આવ્યો…મોતને ગળે લગાવ્યુ! રાજકોટમાં નેપાળી શેફનો કરૂણ અંત
By Our Vadodara
Published
રાજકોટના મોરબી હાઈવે પર હડાળા ગામ નજીક એક દિલ દહેલાવતી ઘટના સામે આવી છે. વડોદરાથી રોજગારીની આશા લઈને આવેલા 39 વર્ષીય નેપાળી શેફે કામ ન મળતા અંતે ટ્રક નીચે પડતું મુકી જીવન ટુંકાવી દીધું હતું.પાંચ દિવસથી અલગ અલગ રેસ્ટોરન્ટમાં કામની શોધ છતાં નિરાશા જ હાથ લાગી હતી.ગેસની અછત અને મંદીના માર વચ્ચે રેસ્ટોરન્ટ ઉદ્યોગ પોતે જ સંઘર્ષ કરી રહ્યો હોવાથી જગદીશને રોજગાર મળી શક્યો નહોતો. આર્થિક સંકડામણ અને માનસિક તણાવ વચ્ચે તેણે આ પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે.પાછળ એક દીકરો અને દીકરીને અનાથ છોડી ગયેલી આ ઘટના સમગ્ર શહેરને વિચારતા કરી રહી છે.