SMCની કમાણીમાં મોટો ઉછાળો: સતત ત્રીજા વર્ષે પેઈડ FSI ની આવક ₹1,000 કરોડને પાર

By Our Vadodara

Published

SMCની કમાણીમાં મોટો ઉછાળો: સતત ત્રીજા વર્ષે પેઈડ FSI ની આવક ₹1,000 કરોડને પાર



ઓક્ટ્રોય નાબૂદી બાદ સુરત પાલિકાના મોટાભાગના પ્રોજેક્ટ્સ ગ્રાન્ટ પર નિર્ભર છે, જેમાં પેઈડ FSI ની આવક આર્થિક મજબૂતી આપી રહી છે.બાંધકામ ક્ષેત્રમાં મંદીની ચર્ચાઓ વચ્ચે પણ પાલિકાની આ આવકના આંકડા પ્રોત્સાહક રહ્યા છે.ચાલુ નાણાકીય વર્ષે ₹1,004.37 કરોડની આવક થઈ છે.પાલિકાએ નિર્ધારિત કરેલા ₹1,040 કરોડના લક્ષ્યાંક સામે 96.57% સફળતા મેળવી છે.ગત વર્ષે પણ આ આંકડો ₹1,004 કરોડની આસપાસ રહ્યો હતો.છેલ્લા ત્રણ વર્ષથી સતત ₹1,000 કરોડથી વધુની આવક થતા સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં હજુ પણ ધમધમાટ હોવાનું જણાય છે.

Browse all news articles