ATM મશીનમાં સ્વાઇપ મશીન મૂકી ડેટા ચોરતો શાતિર શખ્સ હરિયાણાથી ઝડપાયો
By Our Vadodara
Published
સચિન GIDC પોલીસે વર્ષ 2020થી આઇટી એક્ટ ના ગુનામાં ફરાર આરોપી મુનફેદ ઉર્ફે પુન્ની આસ મોહમ્મદ ખાનની હરિયાણાથી ધરપકડ કરી છે.આરોપી અલગ-અલગ ATM મશીનોમાં છૂપી રીતે સ્વાઇપ મશીન ગોઠવી દેતો હતો. જ્યારે ગ્રાહકો પૈસા ઉપાડવા આવે ત્યારે તેમના કાર્ડનો તમામ ડેટા ચોરી લેતો હતો.મેળવેલા ડેટાના આધારે આરોપી અન્ય ATM કાર્ડ બનાવી ગ્રાહકોના ખાતામાંથી બારોબાર રૂપિયા ઉપાડી લેતો હતો.આરોપી છેલ્લા 6 વર્ષથી પોલીસને થાપ આપી રહ્યો હતો. જેને ટેકનિકલ સર્વેલન્સના આધારે ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.