સુરત બનશે વિશ્વનું ડાયમંડ હબ: રફ હીરાનું તમામ ટ્રેડિંગ અને ઈમ્પોર્ટ હવે 'સુરત ડાયમંડ બુર્સ'થી જ થશે

By Our Vadodara

Published

સુરત બનશે વિશ્વનું ડાયમંડ હબ: રફ હીરાનું તમામ ટ્રેડિંગ અને ઈમ્પોર્ટ હવે 'સુરત ડાયમંડ બુર્સ'થી જ થશે



સુરત ડાયમંડ બુર્સ ખાતે મળેલી હાઈ-લેવલ મીટિંગમાં અગ્રણી વેપારીઓએ રફ હીરાના તમામ ટ્રેડિંગને બુર્સમાં સ્થાનાંતરિત કરવાનો સર્વસંમતિથી નિર્ણય લીધો છે. હવે રફ હીરાની આયાત થી લઈને તેના ટ્રેડિંગ સુધીની તમામ પ્રક્રિયાઓ એક જ છત નીચે એટલે કે SDB ખાતેથી સંચાલિત થશે.આ નિર્ણયનો મુખ્ય હેતુ સુરતને વિશ્વનું સૌથી મોટું ડાયમંડ ટ્રેડિંગ હબ બનાવવાનો અને વેપારને વધુ ગતિશીલ તેમજ વ્યવસ્થિત કરવાનો છે. આનાથી સુરતની વૈશ્વિક બજારમાં પકડ વધુ મજબૂત બનશે.

Browse all news articles