નમો સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાનનો જંગ; મેટ્રો રેલ રાત્રે 12:30 સુધી દોડશે

By Our Vadodara

Published

નમો સ્ટેડિયમમાં ગુજરાત-રાજસ્થાનનો જંગ; મેટ્રો રેલ રાત્રે 12:30 સુધી દોડશે



આવતીકાલે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જોરદાર ટક્કર જામશે. ત્યારે મેચ જોવા આવતા હજારો પ્રેક્ષકોની સુવિધા માટે અમદાવાદ મેટ્રો રેલના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મેચ મોડી રાત્રે પૂર્ણ થતી હોવાથી મુસાફરોને ઘરે પહોંચવામાં તકલીફ ન પડે તે માટે મેટ્રો રાત્રે 12:30 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવાયો છે. સ્ટેડિયમ પાસેના મોટેરા મેટ્રો સ્ટેશન પર ભીડને જોતા વધારાની ટ્રેનો અને સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

Browse all news articles