સોલામાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા 45 વર્ષીય યુવકનું મોત

By Our Vadodara

Published

સોલામાં ચાલુ કારે હાર્ટ એટેક આવતા 45 વર્ષીય યુવકનું મોત



2 એપ્રિલ સાંજ ના સમયે સોલા વિસ્તારમાં રસ્તા પર ઉભેલી એક શંકાસ્પદ કારમાંથી 45 વર્ષીય વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો.મૃતકની ઓળખ મૂળ શેલા ગામના વતની લોગાર્ડન પાસે રહેતા 45 વર્ષીય હર્ષદ પ્રજાપતિ તરીકે થઈ છે. નોંધનીય છે કે ડ્રાઈવિંગ દરમિયાન હર્ષદભાઈને અચાનક હાર્ટ એટેક આવતા તેઓ કારમાં સીટ બેલ્ટ બાંધેલી હાલતમાં જ ડ્રાઈવર સીટ પર નિશ્ચેત મળી આવ્યા હતા.રાહદારીએ કારમાં ચાલકને બેભાન અવસ્થામાં જોતા પોલીસને જાણ કરી હતી. સોલા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Browse all news articles