મોંઘવારીનો માર : અદાણી CNGના ભાવમાં રૂ. 1.50નો વધારો; નવો ભાવ રૂ. 83.77 પર પહોંચ્યો
By Our Vadodara
Published
.jpg?alt=media&token=0a429042-147d-4252-9cf1-3df9139699b2)
અદાણી ટોટલ ગેસ લિમિટેડ દ્વારા અમદાવાદમાં CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ. 1.50નો વધારો ઝીંકવામાં આવ્યો છે.આ વધારા બાદ હવે શહેરમાં CNGનો નવો છૂટક ભાવ રૂ. 83.77 પ્રતિ કિલો થઈ ગયો છે. મહત્વનું છે કે ફેબ્રુઆરી 2026થી અત્યાર સુધીમાં કુલ રૂ. 2.00નો વધારો થયો છે. ત્યારે જાન્યુઆરીમાં અપાયેલી રાહત હવે આ વધારા સામે ઓસરી ગઈ છે. અને સીએનજીના ભાવ વધવાને કારણે રિક્ષા ચાલકો, ટેક્સી ઓપરેટરો અને મધ્યમ વર્ગના વાહન ચાલકો પર આર્થિક બોજ વધશે.