અમદાવાદ એરપોર્ટ પર ડ્રગ્સનો પર્દાફાશ: ₹2.25 કરોડનો હાઈબ્રીડ ગાંજો ઝડપાયો
By Our Vadodara
Published
ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સની ચોક્કસ બાતમીના આધારે કસ્ટમ વિભાગે અમદાવાદ એરપોર્ટ પર વોચ ગોઠવી હતી. ત્યારે બેંગકોકથી આવેલા બે મુસાફરોની બેગની તપાસ કરતા 8 વેક્યુમ પેક પેકેટ્સમાં છુપાવેલો 2.254 કિલોગ્રામ હાઈબ્રીડ ગાંજો મળી આવ્યો હતો. પકડાયેલા બંને મુસાફરો મધ્યપ્રદેશના જબલપુરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ ગાંજો ગુજરાતમાં કોને પહોંચાડવાનો હતો અને આ આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટમાં અન્ય કોણ સામેલ છે તે દિશામાં કસ્ટમ અને DRI ની ટીમોએ તપાસ હાથ ધરી છે