માતાપિતા ધ્યાન આપે : પુણાગામમાં ૨ વર્ષના જોડિયા બાળકો રૂમમાં કેદ થયા

By Our Vadodara

Published

માતાપિતા ધ્યાન આપે : પુણાગામમાં ૨ વર્ષના જોડિયા બાળકો રૂમમાં કેદ થયા



પુણાગામની માતૃ શક્તિ સોસાયટીમાં ૨ વર્ષના જોડિયા ભાઈ-બહેન, દેવ અને દેવિકા, ઘરમાં રમી રહ્યા હતા ત્યારે અચાનક રૂમનો દરવાજો અંદરથી લોક થઈ ગયો હતો. જેથી માસૂમ બાળકો અંદર કેદ થઈ જતાં પરિવાર અને સ્થાનિકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. અડધા કલાક સુધી દરવાજો ખોલવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. ત્યારે તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાતા કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. અને કટર વડે દરવાજાનું લોક તોડી બંને બાળકોને હેમખેમ બહાર કાઢ્યા હતા. બાળકો સુરક્ષિત બહાર આવતા પરિવારે હાશકારો અનુભવ્યો હતો.

Browse all news articles