પર્વત પાટિયા પાસે MP ની એસટી બસે વૃદ્ધને કચડ્યા; CCTV આવ્યા સામે

By Our Vadodara

Published



પર્વત પાટિયા ચાર રસ્તા પાસે MPની સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસે રાહદારી વૃદ્ધને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોતને ભેટનાર વૃદ્ધ કેમિકલના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી હતા.બે વૃદ્ધ મિત્રો સવારે દૂધ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન પૂરપાટ ઝડપે આવતી બસે તેમને ટક્કર મારી હતી. જે સમગ્ર ઘટનાના લાઈવ CCTV ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અકસ્માતની ભયાનકતા જોવા મળી રહી છે. અકસ્માત બાદ સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા. પોલીસે બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Browse all news articles