ડીંડોલીના મહાદેવ નગરમાં બોલાચાલી બાદ ખૂની ખેલ; યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
By Our Vadodara
Published
ડીંડોલી વિસ્તારમાં આવેલા મહાદેવ નગર-3 માં સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા હિંસક હુમલો થયો હતો.એક યુવક પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે.આ હિંસક બનાવને પગલે સ્થાનિક વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. જ્યારે ઇજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ ઘટના નો વિડીયો સ્થાનિક દ્વારા ઉતારી લઈ વાયરલ કરતા વિડીયો ને આધારે ડીંડોલી પોલીસે આરોપીને ઝડપી પાડવા માટે તપાસ તેજ કરી છે.