આધારકાર્ડ પર 5 કિલો ગેસ બોટલ આપવાની જાહેરાત બાદ ધાંધિયા; કામદારોમાં ભારે આક્રોશ
By Our Vadodara
Published
સરકાર દ્વારા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોના કામદારોને માત્ર આધારકાર્ડ પર 5 કિલોનો ગેસ સિલિન્ડર આપવાની જાહેરાત કરાઈ હતી. ₹1000 ડિપોઝિટ અને ₹500 ચાર્જ માં બોટલ આપવાની શરૂઆત થઈ હતી. ત્યારે પાંડેસરા સહિતના વિસ્તારોમાં જાહેરાતના બીજા જ દિવસે ગેસ એજન્સીઓ પાસે પૂરતો સ્ટોક ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે જરૂરી દસ્તાવેજો સાથે મોટી સંખ્યામાં આવી ચઢેલા કામદારોને ગેસ ન મળતા ભારે રોષ જોવા મળ્યો હતો. પરિસ્થિતિ સંભાળવા પોલીસ બોલાવવી પડે તેવી નોબત આવી હતી. જ્યારે એજન્સી સંચાલકોના જણાવ્યા મુજબ, પાછળથી પૂરતો સ્ટોક આવતો નથી. ત્રણ-ચાર દિવસ પછી નવો સ્ટોક આવ્યા બાદ જ વિતરણ શક્ય બનશે.