રાંદેરના ગોરાટમાં ચૂંટણી બહિષ્કારના બેનરો
By Our Vadodara
Published
સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલા ઐતિહાસિક ગોરાટ હનુમાન મંદિર પાસે સ્થાનિકો અને પૂજારી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મંદિરની બહાર 'ગોરાટ બચાવો' ના બેનરો લાગ્યા છે, જેમાં સ્પષ્ટ લખ્યું છે કે, "ગોરાટ હનુમાન મંદિર બચાવી શકતા હોય તેવા જ નેતાઓએ વોટ માંગવા આવવું." સ્થાનિકોનો આરોપ છે કે મંદિરની દીવાલને અડીને જ વિધર્મીઓની વસ્તી વધી રહી છે. હિન્દુ બહુમતી ધરાવતા આ વિસ્તારમાં ડેમોગ્રાફી બદલાતા લોકોમાં રોષ છે. સ્થાનિકો અને પૂજારીનું કહેવું છે કે અનેક વખત નેતાઓને રજૂઆત કરવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી, તેથી હવે ચૂંટણી ટાણે આકરો મિજાજ અપનાવ્યો છે.