રાજકોટમાં બેફામ લક્ઝરીયસ કાર ચાલકે વાહનને ઠોક્યાં!
By Our Vadodara
Published
રાજકોટના માર્ગો પર 'નબીરા'ની બેફામ ડ્રાઈવિંગની વધુ એક ઘટના સામે આવી છે! રાજકોટના માર્ગ પર પૂરપાટ ઝડપે દોડતી એક લક્ઝરીયસ કારે ૩ બાઈક અને ૨ કારને અડફેટે લેતા અફરાતફરી મચી જવા પામી હતી,કારચાલકે ગાડી પર કાબૂ ગુમાવતા માર્ગ પર ઉભેલા અને પસાર થતા પાંચ વાહનોનો કચ્ચરઘાણ વાળ્યો હતો.પ્રાથમિક દ્રષ્ટિએ કારચાલક નશામાં હોવાનું જણાઈ રહ્યું છે, જેના કારણે આ ભયાનક અકસ્માત સર્જાયો હોવાની આશંકા છે.પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી ચાલકની અટકાયત કરી છે અને બ્લડ સેમ્પલ સહિતની તપાસ હાથ ધરી છે.