વડોદરા ભાજપમાં મોટો યુ-ટર્ન: 6 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા કલ્પેશ લીંબાચીયાની પક્ષમાં 'ઘરવાપસી'!

By Our Vadodara

Published

વડોદરા ભાજપમાં મોટો યુ-ટર્ન: 6 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા કલ્પેશ લીંબાચીયાની પક્ષમાં 'ઘરવાપસી'!વડોદરા ભાજપમાં મોટો યુ-ટર્ન: 6 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા કલ્પેશ લીંબાચીયાની પક્ષમાં 'ઘરવાપસી'!વડોદરા ભાજપમાં મોટો યુ-ટર્ન: 6 વર્ષ માટે સસ્પેન્ડ થયેલા કલ્પેશ લીંબાચીયાની પક્ષમાં 'ઘરવાપસી'!

વડોદરાના ચર્ચિત 'પત્રિકા કાંડ' મામલે શિસ્તભંગના ગંભીર પગલાં ભરી ભાજપે જેમને 6 વર્ષ માટે પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા હતા, તે કલ્પેશ લીંબાચીયાની હવે વિધિવત ઘરવાપસી થઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગતા જ બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે શહેર ભાજપ પ્રમુખના સંપર્ક બાદ તેમને ફરી પક્ષમાં સામેલ કરી દેવાયા છે. લાંબા સમયના સસ્પેન્શન બાદ થયેલો આ નિર્ણય વડોદરાના રાજકારણમાં ભારે ચર્ચા જગાવી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આગામી ચૂંટણીમાં પાર્ટી તેમને કયા પ્રકારની નવી અને મહત્વની જવાબદારી સોંપશે!

Browse all news articles