વડોદરામાં દારૂડિયા નબીરાઓનો આતંક: અકોટામાં Scorpio ડિવાઈડર કૂદી!
By Our Vadodara
Published
વડોદરાના અકોટા અક્ષરધામ સોસાયટી પાસે વહેલી સવારે નશામાં ધૂત કારચાલકે બેફામ ગતિએ સ્કોર્પિયો હંકારી ડિવાઈડર તોડી નાખ્યું. સદનસીબે વહેલી સવારે કોઈ રાહદારી અડફેટે ન આવ્યું, નહિતર મોટી જાનહાનિ થઈ હોત. પોલીસે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે અન્ય ફરાર છે. ક્યાં સુધી આવા નબીરાઓ નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકતા રહેશે? જે.પી. રોડ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે