વડોદરામાં હચમચાવનારી ઘટના: ૧૮ વર્ષીય યુવતીએ જીવન ટૂંકાવ્યું!

By Our Vadodara

Published


વડોદરાના પ્રતાપનગર સ્થિત વુડાના મકાનોમાં એક અત્યંત દુઃખદ બનાવ સામે આવ્યો છે. માત્ર ૧૮ વર્ષની શ્રુતિ ટેકલેએ ટેરેસ પરથી ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. પ્રાથમિક વિગતો મુજબ યુવતી લાંબા સમયથી બીમારીથી કંટાળી હોવાનું મનાય છે. બપોરના સમયે અચાનક બનેલી આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. વાડી પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Browse all news articles