અમદાવાદમાં રસ્તા વચ્ચે ‘જાહેર બાર’: નબીરાઓનો નશો અને આતંક!
By Our Vadodara
Published
અમદાવાદના નોબલનગર વિસ્તારમાં કાયદાના લીરેલીરા ઉડતા જોવા મળ્યા. જાહેર રસ્તા પર જ ગાડીઓ ઉભી રાખી નબીરાઓ દારૂની મહેફિલ માણતા અને મધરાતે પાર્ટી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. પોલીસનો કોઈ પણ ડર વગર ચાલતી આ હરકતોએ શહેરની શાંતિ અને સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. શું અમદાવાદમાં હવે ગુંડાગીરી અને નશો બેફામ બન્યા છે?