૨૪ કલાકમાં જ મોહભંગ! કોંગ્રેસમાં ગયા અને ભાજપમાં પાછા આવ્યા!
By Our Vadodara
Published
વડોદરાના રાયકા ગામના કિરણસિંહ રાઠોડે રાજકારણમાં 'પક્ષ પલટા'નો નવો રેકોર્ડ સર્જ્યો છે. ગતરોજ કોંગ્રેસનો હાથ પકડ્યા બાદ, માત્ર એક જ દિવસમાં પાછી પાની કરી તેઓ ફરી કેસરીયો ધારણ કરી ભાજપમાં જોડાઈ ગયા છે. શું આ વિચારધારાની લડાઈ છે કે પછી સત્તા અને સ્વાર્થની રમત? વારંવાર બદલાતી વફાદારી જોઈને હવે મતદારો પણ મૂંઝવણમાં છે કે વિશ્વાસ કોના પર કરવો?