ગુનેગારોમાં ફફડાટ: વટવા વિસ્તારમાં પોલીસનું મેગા કોમ્બિંગ
By Our Vadodara
Published
વટવા પોલીસે ગુનેગારોને પકડવા અને અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે વિવિધ વિસ્તારોમાં ૫૫ સ્થળોએ બ્લોક ચેકિંગ હાથ ધર્યું હતું.આ કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂની ૪૩૫ બોટલો સાથે એક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે.નશો કરીને વાહન ચલાવતા ૨ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો છે, જ્યારે ૭૫ આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી છે.રોડ પર શંકાસ્પદ રીતે ફરી રહેલા ૪૫ વાહનોનું ચેકિંગ કરીને ટ્રાફિક અને સુરક્ષાના નિયમોનું પાલન કરાવ્યું હતું.