અમરેલીમાં જામશે 'દેરાણી-જેઠાણી'નો જંગ!
By Our Vadodara
Published
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યારેક લોહીના સંબંધો પણ રાજકીય મોરચે ટકરાતા હોય છે.અમરેલી નગરપાલિકાના વોર્ડ નંબર 9 માં કંઈક આવું જ જોવા મળી રહ્યું છે.અહીં જેઠાણી રેણુકાબેન સોલંકી ભાજપ તરફથી ચૂંટણી લડી રહ્યા છે તો તેમની સામે તેમની જ દેરાણી કાજલબેન સોલંકીએ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી છે! ભાજપના ઉમેદવાર જેઠાણી કહે છે વિકાસના મુદ્દે જીત થશે તો દેરાણી એવા કોંગ્રસના ઉમેદવાર વિસ્તારની સમસ્યાઓ ઉકેલવા માટે કામ કરાશે.એક જ ઘરમાંથી બે અલગ વિચારધારાના ઉમેદવારો મેદાનમાં હોવાથી આ બેઠક પર સૌની નજર છે.હવે જોવાનું એ રહેશે કે અમરેલીના મતદારો કોના પર કળશ ઢોળશે.