નારોલમાં અસામાજિક તત્વોનો ખૌફ વિડીયો માં થયો કેદ ; વિડીયો થયો વાયરલ
By Our Vadodara
Published
નારોલના ગોસિયા પાર્ક ચાર રસ્તા પાસે સંજય ઉર્ફે નાસીર અને તેની ટોળકીએ જૂની અદાવત રાખી એક શખ્સ પર હુમલો કર્યો હતો. બેફામ બનેલા હુમલાખોરોએ હાથમાં દંડા અને પથ્થરો સાથે જોરદાર પથ્થરમારો કર્યો હતો. આ ટોળકીએ રસ્તા પર પડેલી બાઈકની તોડફોડ કરી તેને આગને હવાલે કરી દીધી હતી.અસામાજિક તત્વોએ ફરિયાદીના ઘરને પણ નિશાન બનાવી પથ્થરમારો કરતા આસપાસના રહીશોમાં ભારે ફફડાટ ફેલાયો હતો.આ હિંસાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સંજય ઉર્ફે નાસીર, અંધો, બાબુ, મોરલો અને સોનુ સહિતના શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી તેમની શોધખોળ હાથ ધરી છે.