ચાંદખેડા મિસ્ટ્રી : બે બાળકીઓના મોતનું રહસ્ય અકબંધ: FSL રિપોર્ટ પર નજર

By Our Vadodara

Published

અમદાવાદના ચાંદખેડાના મારુતિ પ્લાઝામાં ઢોસા ખાધા બાદ બે બાળકીનાં શંકાસ્પદ મોત થવાના કેસમાં માતા ભાવના પ્રજાપતિની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી. જો કે પૂછપરછમાં કોઈ શંકાસ્પદ વિગત બહાર આવી નથી. દાદાની ડાયરીમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છાના ઉલ્લેખ મુદ્દે માતાએ જણાવ્યું કે, એક પુત્રી હોવાથી પરિવાર પૂર્ણ કરવા માટે સામાન્ય ઈચ્છા હતી, કોઈ ચોક્કસ કે અસામાન્ય દબાણ નહોતું. મહત્વનું છે કે માતાના શરીરમાંથી મળેલા કન્ટેન્ટ અને અન્ય નમૂનાઓનો FSL રિપોર્ટ આવ્યા બાદ જ સત્ય સામે આવશે. જે રિપોર્ટ આવતા હજુ ૩ થી ૪ દિવસનો સમય લાગી શકે છે, ત્યારબાદ જ ઘટનાની સાચી હકીકત સ્પષ્ટ થશે.

Browse all news articles