‘જય ભીમ’ના નાદ સાથે ગુંજી ઉઠ્યું શહેર; સારંગપુર ખાતે બાબાસાહેબની પ્રતિમાએ માનવમહેરામણ ઉમટ્યો

By Our Vadodara

Published



આજે 14મી એપ્રિલે ભારતના બંધારણના ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતીની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિતે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં આવેલી બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પિત કરવા માટે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે.વિવિધ સંગઠનો, રાજકીય નેતાઓ અને સામાન્ય નાગરિકો દ્વારા ભીમરાવ આંબેડકરના સંઘર્ષ અને બંધારણીય મૂલ્યોને યાદ કરીને તેમને વંદન કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં લોકોની ભીડને જોતા પોલીસ દ્વારા ટ્રાફિક અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.

Browse all news articles