અમદાવાદને મળી પ્રથમ ‘અમૃત ભારત એક્સપ્રેસ’: સ્પેશિયલ ટ્રેન હવે નિયમિત દોડશે
By Our Vadodara
Published

અમદાવાદ અને પટણા વચ્ચે અત્યાર સુધી દોડતી સ્પેશિયલ ટ્રેનને હવે કાયમી કરી દેવામાં આવી છે. આ ટ્રેન હવે અમૃત ભારત એક્સપ્રેસ તરીકે ઓળખાશે.અમદાવાદથી ઉપડનારી આ પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેન છે, જે ગુજરાત અને બિહાર વચ્ચેના રેલવે જોડાણને વધુ મજબૂત બનાવશે.આ ટ્રેન દર બુધવારે સાંજે 18:30 વાગ્યે અમદાવાદથી ઉપડશે અને શુક્રવારે 00:30 વાગ્યે પટણા પહોંચશે. જયારે દર શુક્રવારે રાત્રે 22:30 વાગ્યે પટણાથી ઉપડશે અને રવિવારે સવારે 05:25 વાગ્યે અમદાવાદ પહોંચશે.આ સેવા સાપ્તાહિક ધોરણે ઉપલબ્ધ રહેશે, જેનાથી લાંબા અંતરના મુસાફરોને કિફાયતી અને સુવિધાજનક રેલ સેવા મળશે.