હથિયાર કૌભાંડ અને ટેરર ફંડિંગના નામે નિવૃત્ત શિક્ષિકા સાથે ₹33 લાખની ‘ડિજિટલ’ લૂંટ

By Our Vadodara

Published

હથિયાર કૌભાંડ અને ટેરર ફંડિંગના નામે નિવૃત્ત શિક્ષિકા સાથે ₹33 લાખની ‘ડિજિટલ’ લૂંટ



અમદાવાદના નારણપુરાની ચંદન પાર્ક સોસાયટીમાં રહેતા 78 વર્ષીય નિવૃત્ત શિક્ષિકા ચારૂલતાબેન અને તેમના પતિ બળદેવભાઇ રાવલ જે અમેરિકન સિટીઝન ધરાવે છે. તેઓને ગઠિયાએ ATS અધિકારી બની વોટ્સએપ કોલ કરી તેમના એકાઉન્ટમાંથી ટેરર ફંડિંગ તથા મની લોન્ડરિંગ થાય છેનું જણાવી 11 દિવસ સુધી દર ત્રણ કલાકે વીડિયો કોલથી હાજરી પુરાવવા અને તપાસમાં સહકાર આપવા દબાણ કર્યું હતું.તપાસના બહાને દંપતી પાસેથી બેંક અને રોકાણની વિગતો મેળવી અલગ-અલગ ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા 33 લાખ પડાવી લીધા હતા.છેતરપિંડીનો અહેસાસ થતા દંપતીએ સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી છે.

Browse all news articles