વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે,ઉમેદવારો પણ ચૂંટણી પ્રચારમાં જોર બતાવી રહ્યા છે ત્યારે ઉમેદવાર સામે વિવિધ વોર્ડમાં સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે ચૂંટણી પ્રચાર ટાણે જનતાએ સવાલોનો મારો ચલાવતા ઉમેદવારોની હાલત કફોડી બની છે ખાસ કરી ભાજપના ઉમેદવારોનો વિરોધ વધુ છે લોકો ઉમેદવારોને વેધક સવાલ કરતા કહે છે 'પાંચ વર્ષ ક્યાં હતા? વોર્ડ નંબર 12 અને 8માં પણ ભાજપ ઉમેદવારોને લોકોના વિરડોહનો સામનો કરવો પડ્યો હતો લોકોનો આક્ષેપ છે કે ચૂંટાયા બાદ પાંચ વર્ષ સુધી કાઉન્સિલર વિસ્તારમાં ડોકાયા પણ નથી વોર્ડ 12 અને 8માં પ્રચાર માટે આવતા ઉમેદવારો સામે લોકોની નારાજગી ભાજપ માટે ચિંતાનો વિષય છે. શું પાર્ટી આ 'ડેમેજ કંટ્રોલ' કરી શકશે એ સૌથી મોટો સવાલ છે.